જેફ બેજોસને પછાડી  Elon Musk બન્યા દુનિયાના સૌથી ધની વ્યક્તિ, કોરોના પણ જેમનું કશું બગાડી ન શક્યો

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક(Elon Musk) અમેઝોન(Amazon) ના જેફ બેજોસને પાછળ છોડીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાના શેરમાં ગુરુવારે 4.8 ટકાની તેજી બાદ તેમણે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ (Bloomberg Billionaire Index) તરફથી બહાર પાડવામાં આવેલી અબજપતિઓની સૂચિમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અત્રે જણાવવાનું કે અબજપતિઓની આ સૂચિમાં 500 લોકોનું નામ સામેલ છે. 
જેફ બેજોસને પછાડી  Elon Musk બન્યા દુનિયાના સૌથી ધની વ્યક્તિ, કોરોના પણ જેમનું કશું બગાડી ન શક્યો

નવી દિલ્હી: ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક(Elon Musk) અમેઝોન(Amazon) ના જેફ બેજોસને પાછળ છોડીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાના શેરમાં ગુરુવારે 4.8 ટકાની તેજી બાદ તેમણે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ (Bloomberg Billionaire Index) તરફથી બહાર પાડવામાં આવેલી અબજપતિઓની સૂચિમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અત્રે જણાવવાનું કે અબજપતિઓની આ સૂચિમાં 500 લોકોનું નામ સામેલ છે. 

સાઉથ આફ્રીકામાં જન્મેલા એન્જિનિયર એલન મસ્કની સંપત્તિ ન્યૂયોર્કના સમય મુજબ સવારે 10:15 વાગે 188.5 અબજ ડોલર થઈ ગઈ જે જેફ બેજોસની સંપત્તિ કરતા 1.5 અબજ ડોલર વધુ છે. બેજોસ ઓક્ટોબર 2017થી જ અમીરોની સૂચિમાં પહેલા સ્થાને હતા. અત્રે જણાવવાનું કે મસ્કના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે તેમની કંપની ટેસ્લા ધાર્યા મુજબ પ્રદર્શન નહતી કરી શકતી અને પરેશાન થઈને તેઓ પોતાની કંપની વેચવા માંગતા હતા. પરંતુ ગુરુવારે તે જ કંપનીના કારણે મસ્ક હવે દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. 

કોરોના મહામારીના કારણે આખી દુનિયા માટે વર્ષ 2020 ભલે ખરાબ રહ્યું હોય પરંતુ એલન મસ્ક માટે છેલ્લા 12 મહિના એકદમ શાનદાર રહ્યા. છેલ્લા એક વર્ષમાં એલન મસ્કની સંપત્તિમાં 150 અબજ ડોલરથી પણ વધુનો વધારો નોંધાયો. દુનિયાના ઈતિહાસમાં સંપત્તિના વધારીની રીતે આ સૌથી ઝડપી વધારો છે. જેમાં ટેસ્લાનું મોટું યોગદાન છે. જેના શેરમાં છેલ્લા એક વર્ષમાં 743 ટકાનો ઉછાળો જોવા મળ્યો. 

— Elon Musk (@elonmusk) January 7, 2021

એલન મસ્કે આપ્યું આ રિએક્શન
એલન મસ્ક વિશેની એક ખબરને ટ્વિટર પર શેર કરતા 'ટેસ્લા ઓનર્સ ઓફ સિલિકોન વેલી'થી એક ટ્વીટ થઈ. જેમાં લખ્યું હતું કે એલન મસ્ક હવે 190 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ ટ્વીટનો જવાબ આપતા મસ્કે લખ્યું કે 'હાઉ સ્ટ્રેન્જ'. 

— Elon Musk (@elonmusk) January 7, 2021

આ ટ્વીટ બાદ તેમણે વધુ એક ટ્વીટ કરી જેમાં લખ્યું કે Well, back to work … (ઠીક છે, કામ પર વાપસી). એલન મસ્કની આ ટ્વીટ પર લોકો પણ ખુબ પ્રતિક્રિયા આપી  રહ્યા છે. અને મજેદાર મીમ્સ પણ શેર કરી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે એલન મસ્ક નવેમ્બર 2020માં જ બિલ ગેટ્સને પછાડીને દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. તે સમયે તેમની પાસે કુલ સંપત્તિ 128 અબજ ડોલર હતી. છેલ્લા 12 મહિનામાં એલન મસ્કની સંપત્તિમાં 150 અબજ ડોલર (લગભગ 11 લાખ કરોડ રૂપિયા) થી પણ વધુનો વધારો થયો. રસપ્રદ વાત એ છે કે મસ્કની સંપત્તિ પર આર્થિક મંદી કે કોરોના વાયરસ મહામારીની પણ કોઈ અસર થઈ નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news